અમરેલી જિલ્લામાં પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડીને ૧૧ શરાબીઓને ઝડપી પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન જાનબાઈ દેરડી ગામેથી ૫ લીટર, રાજુલામાંથી ૪ લીટર અને જાફરાબાદમાંથી ૨ લીટર મળીને કુલ ૧૧ લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દેવળકી ગામે દેવળા રોડ પરથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલ મળી આવી હતી.










































