અમરેલી જિલ્લામાં ખરીફ્ વાવેતર તા.ર૦ જુલાઈ ૨૦૨૬ સુધીમાં કુલ પ,૦૯,૮૪૬હેક્ટર જમીનમાં થઈ ચૂક્યું છે. જિલ્લામાં ખેડૂતોએ મગફળી અને કપાસના પાક પર સૌથી વધુ પસંદગી ઉતારી છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં ર૧૩ર૮૦ હેક્ટરમાં મગફળી અને ર૬૦૪૬૯ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે. આ સિવાય સોયાબીનનું વાવેતર પણ ૧૪ર૪પ હેક્ટર જેવા મોટા વિસ્તારમાં થયું છે.આ વર્ષે વરસાદ મોડો પણ સમયસર આવતા ખેડૂતો માટે વરસાદ આર્શીવાદરૂપ સાબિત થયો છે. જૂન મહિનામાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ નોંધાયો હતો જા કે જુલાઈ માસમાં મેઘરાજાએ અમરેલી જિલ્લા પર હેત વરસાવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.






































