રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ જિલ્લો, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટÙના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ ધોવાઈ જવા, વાહનવ્યવહાર ખોરવાઈ જવા અને ખેડૂતોને નુકસાન જેવી પરિÂસ્થતિઓ સામે આવી રહી છે. અનેક સ્થળોએ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.મહેસાણા જિલ્લાના વિજાપુર નજીક હિરપુરા બેરેજમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક નોંધાતા સાબરમતી નદીમાં પાણી છોડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં બેરેજમાં આશરે ૯૦૦ ક્્યુસેક પાણીની આવક થઈ રહી છે. તંત્રે વિજાપુરથી હિંમતનગર સુધીના નદીકાંઠાના ગામોને એલર્ટ કરી નદીમાં ન જવા તેમજ પશુઓને પણ નદીના પટમાં ન લઈ જવાની સૂચના આપી છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. વિઠોદર ગામમાં શાળાએ જવાનો મુખ્ય માર્ગ તૂટી જતાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોએ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી છે.ડીસા-આગડોલ વચ્ચેનો આશરે ૪થી ૫ કિલોમીટરનો માર્ગ કાદવમાં ફેરવાઈ ગયો છે. ટ્રેક્ટર સિવાય અન્ય કોઈ વાહન પસાર થઈ શકે તેવી સ્થીત્તિ નથી. છેલ્લા પાંચથી સાત દિવસથી વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્્યા નથી, જ્યારે દૂધ ભરાવવા માટે પશુપાલકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં કાયમી રસ્તો ન બનતા સ્થાનિકોમાં રોષ જાવા મળી રહ્યો છે.સાબરકાંઠાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે માત્ર ત્રણ મહિના પહેલા બનેલા ઓવરબ્રિજમાં ગાબડાં પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ છે. ઓવરબ્રિજનો સ્લેબ બેસી જતાં લોકો તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ઘટનાને લઈને બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે.સુરતના પર્વત ગામની શાંતિકુંજ સોસાયટીમાં બે દિવસ બાદ પાણી ઓસરતાં રહેવાસીઓ પોતાના ઘરોની સફાઈમાં લાગી ગયા છે. ઘરોમાં ઘરવખરી અને ઈલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. છેલ્લા માત્ર ૧૫ દિવસમાં બીજી વખત પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. દર વર્ષે જળબંબાકારની સમસ્યાથી કંટાળેલા લોકોએ કાયમી ઉકેલની માંગ કરી છે.અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું ડરણ ગામ ભારે વરસાદ બાદ હજુ પણ પાણીમાં ઘેરાયેલું છે. ગામનો મુખ્ય સંપર્ક માર્ગ તૂટી જતાં વાહનવ્યવહાર જાખમી બની ગયો છે. વરસાદ બંધ થયા બાદ પણ ગામમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં જીવન વિતાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૫ વર્ષથી આ સમસ્યા યથાવત છે, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. તળાવ ઓવરફ્લો થતાં વરસાદી પાણી સીધું ઘરોમાં ઘૂસી ગયું છે, જેના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. ગામજનોએ તાત્કાલિક રાહત અને રસ્તાના સમારકામની માંગ કરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી હાઈવે પર ત્રણ દિવસ બાદ પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ હજી સુધી વાહનવ્યવહાર શરૂ થઈ શક્્યો નથી. લોકોને હાલ માત્ર પગપાળા અવરજવર કરવાની જ છૂટ આપવામાં આવી છે.હાઈવે પર અનેક ટ્રકો અને અન્ય ભારે વાહનો ફસાયેલા છે. તંત્ર દ્વારા સમારકામ પૂર્ણ થયા બાદ જ વાહનવ્યવહાર શરૂ કરવામાં આવશે. ત્યારબાદ રાધનપુર, પાટણ અને રાજસ્થાન તરફ જતો મહત્વનો માર્ગ ફરી કાર્યરત બનશે.