ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ અનુસાર, યુએસ ગુપ્તચર એજન્સીઓ માને છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીએ તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનીએ કરતાં પરમાણુ શાસ્ત્ર વિકસાવવામાં વધુ રસ ધરાવે છે. આ મૂલ્યાંકન અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પહેલા એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતી પર આધારિત છે, જેમાં ઇન્ટરસેપ્ટેડ વાતચીતનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓ કહે છે કે મોજતબા ખામેનીને પરમાણુ શ†ો વિકસાવવામાં કોઈ ખચકાટ નહીં હોય, જ્યારે આયાતુલ્લા અલી ખામેનીને પરમાણુ શસ્ત્ર અંગે વધુ સાવધ હતા.
રિપોર્ટમાં જણાવાયું છે કે મોજતબા સત્તા સંભાળ્યા પછી આ નવી ગુપ્ત માહિતી નથી, પરંતુ અગાઉની માહિતીનું વિશ્લેષણ છે. પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓએ લાંબા સમયથી ઈરાનના દાવાને નકારી કાઢ્યો છે કે તેણે ક્યાંરેય પરમાણુ શ†ો મેળવવાનો પ્રયાસ કર્યો નથી, જ્યારે ઇઝરાયલ કહે છે કે તેહરાન તાજેતરના વર્ષોમાં પરમાણુ શ†ો વિકસાવવાના પ્રયાસોમાં રોકાયેલું છે.
યુએસ અધિકારીઓ હવે માને છે કે પરમાણુ શ†ોની હિમાયત કરતા જૂથોનો ઈરાનમાં પ્રભાવ વધ્યો છે, તેઓ માને છે કે ભવિષ્યના હુમલાઓને રોકવા માટે આવા શ†ો જરૂરી છે. વોલ સ્ટ્રીટ જર્નલ અહેવાલ આપે છે કે ઇઝરાયલ માને છે કે ઈરાને હજારો સેન્ટ્રીફ્યુજને “પિકાક્સ માઉન્ટેન” તરીકે ઓળખાતા નાતાન્ઝ નજીક એક અત્યંત સુરક્ષિત ભૂગર્ભ સ્થળ પર પરિવહન કર્યું છે. આ સ્થળ ઊંડા ભૂગર્ભમાં સ્થિત છે, જેના કારણે હવાઈ હુમલામાં લક્ષ્ય બનાવવું મુશ્કેલ બને છે. સેન્ટ્રીફ્યુજ ક્્યાંથી લાવવામાં આવ્યા હતા તે હજુ સુધી સ્પષ્ટ નથી.
આઇએઇએનો અંદાજ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પહેલા, ઈરાને ૬૦% શુદ્ધતા સુધી સમૃદ્ધ ૪૪૦ કિલોગ્રામથી વધુ યુરેનિયમ એકઠું કર્યું હતું. યુરેનિયમનું આ સ્તર શ†-ગ્રેડની નજીક છે અને જા વધુ સમૃદ્ધ કરવામાં આવે તો, તે ઘણા પરમાણુ શ†ો માટે પૂરતું હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે ઈરાનને હજુ પણ યુરેનિયમને ૯૦% સુધી સમૃદ્ધ કરવાની, કાર્યાત્મક વોરહેડ બનાવવાની અને ડિલિવરી સિસ્ટમ વિકસાવવાની જરૂર છે. આ પ્રક્રિયામાં મહિનાઓ કે તેથી વધુ સમય લાગી શકે છે અને યુએસ અને ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓ દ્વારા નજીકથી દેખરેખ રાખવામાં આવશે.