ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યા અનુસાર, સાસણ ગીર-કાંસિયાનેશ રેલખંડ પર લોકો પાયલટની ત્વરિત સૂઝબૂઝથી એક મોટી હોનારત ટળી હતી.જૂનાગઢ મુખ્યાલયના લોકો પાયલટ ચંદન કુમાર અને સહાયક લોકો પાયલટ મોહમ્મદ શિબ્લી વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેનનું સંચાલન કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક પર અચાનક સિંહ આવી જતાં પાયલટે તુરંત ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. ત્યારબાદ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર જે. જી. પરમારે સ્થળ પર પહોંચી સિંહને સલામત રીતે ટ્રેક પરથી હટાવ્યો હતો. પરિસ્થિતિ સામાન્ય થતાં ટ્રેનને ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી હતી.










































