ધોરાજી તાલુકાના ગામમાં પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતી ૧૫ વર્ષની દલિત સગીરા પર બળજબરીથી દુષ્કર્મ આચરનાર ઉત્તર પ્રદેશના આરોપી શિવ સલરામ બાબુને સ્પેશિયલ જજ વી. વી. મોંઢે ૨૦ વર્ષની કેદ અને ૨૦,૦૦૦ રૂપિયાના દંડની સજા સંભળાવી છે. એફ.એસ.એલ.ના ડી.એન.એ. રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે આરોપીનો ગુનો સાબિત થયો હતો. પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખની દલીલો તેમજ પોલીસ દ્વારા કરાયેલી ઝીણવટભરી તપાસને ધ્યાને રાખી કોર્ટે આ નિર્ણય લીધો છે. સાથોસાથ, અદાલતે ભોગ બનનાર બાળાને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ૪,૦૦,૦૦૦નું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.









































