અમરેલી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. એમ. જોષી, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. એ. કે. સિંહ અને તાલુકા આરોગ્ય અધિકારી એસ. બી. સતાણીના માર્ગદર્શન હેઠળ રંગપુર ગામમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક શાળા રંગપુર ખાતે વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચવાના ઉપાયો અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. સાથે જ ગપ્પી માછલીઓનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. ગામમાં ખુલ્લા પાણીના આશરે ૧૫ ટાંકામાં મચ્છરના લાર્વાનો નાશ કરવા પોરાભક્ષક ગપ્પી માછલીઓ છોડવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ એસ. પી. રાણવા, કે. બી. દુધાત, ડી. જી. રાજ્યગુરુ, સેવાભાવી જયદીપભાઈ વોરા તેમજ પ્રાથમિક શાળાના સ્ટાફે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.