અમરેલી જિલ્લામાં ભાજપ સંગઠનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા હોદેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા મહામંત્રીઓ તથા જિલ્લાના મુખ્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયાએ ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો રજૂ કરી તેના અસરકારક નિરાકરણની માંગ કરી હતી. બેઠક દરમિયાન સંગઠનના વિસ્તરણ, બૂથ સ્તર સુધી માળખાને વધુ સશક્ત બનાવવાની કામગીરી, આગામી કાર્યક્રમોની રૂપરેખા, કાર્યકર્તાઓ સાથે સતત સંપર્ક જાળવવા તેમજ જનહિતના મુદ્દાઓને વધુ પ્રાથમિકતા આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા અને સંગઠનને વધુ ગતિશીલ બનાવવા સમર્પણભાવથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા સંગઠનને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.