ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે. ઊના તાલુકાના સોંદરડી ગામમાં ૫ વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થતાં આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ ૨૩ શંકાસ્પદ કેસ નોંધાતા અને ૫ બાળકોના મોત થતાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ, સ્ક્રીનિંગ અને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઊના તાલુકાના સોંદરડી ગામમાં ૫ વર્ષના બાળકની તબિયત અચાનક બગડતાં તેને પ્રથમ સ્થાનિક ટીબી હોÂસ્પટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યો હતો. જાકે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.હાલ બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી લેબોરેટરી તપાસ અને આરોગ્ય પ્રક્રિયા ચાલી રહી છે. આરોગ્ય વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને સમગ્ર ગામમાં સઘન તપાસ શરૂ કરી છે. બાળકના મોત બાદ તાલુકા હેલ્થ ઓફિસરની આગેવાની હેઠળ ૮ આરોગ્ય ટીમોને સોંદરડી ગામમાં મોકલવામાં આવી છે. ટીમો દ્વારા ગામના દરેક ઘરની આરોગ્ય તપાસ કરવામાં આવી છે સાથે બાલકોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું છે.શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી તેમને સારવાર આપવામાં આવી છે. ગ્રામજનોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ શાળાઓમાં આરોગ્ય માર્ગદર્શન જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસને લઈને સ્થિતિ ચિંતાજનક બની રહી છે.જિલ્લામાં અત્યાર સુધી ૨૩ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં ૫ બાળકોના મોત થયા, ૨ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, ૮ બાળકો હાલમાં સારવાર હેઠળઆરોગ્ય વિભાગની માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધી કુલ ૬૩ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં ૧૨ કેસ પોઝિટિવ આવ્યા છે. ૯ ગુજરાતના અને ૩ રાજસ્થાનના દર્દીઓનો સમાવેશ થાય છે. ૫૫ સેમ્પલના રિપોર્ટ પ્રાપ્ત થયા છે. ૮ સેમ્પલના રિપોર્ટ હાલ બાકી છે.ગુજરાતમાં પોઝિટિવ કેસો પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના જણાવ્યા મુજબ હાલ નોંધાયેલા પોઝિટિવ કેસો નીચેના વિસ્તારોમાં નોંધાયા છે. હાલમાં નોંધાયેલા પોઝિટિવ કેસો ગુજરાતના પંચમહાલ અને ખેડા જિલ્લામાં ૨ , સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ૧ કેસ નોંધાયેલા છે.આરોગ્ય મંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે જ્યાં કેસ નોંધાયા છે ત્યાં સઘન સર્વેલન્સ રાખવામાં આવે અને દરેક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તથા કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવામાં આવે, જેથી સંક્રમણના સ્ત્રોત સુધી પહોંચી શકાય.આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો ઘરોમાં આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.વાયરસના વાહક માનવામાં આવતા સેન્ડફ્લાય અને અન્ય જીવાતોના નિયંત્રણ માટે કાચા મકાનો તથા પશુઓની ગમાણની આસપાસ ડÂસ્ટંગ અભિયાન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા સિવિલ હોÂસ્પટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બાળકો માટે આઈ.સી.યુ. બેડ, જરૂરી દવાઓ અને વેÂન્ટલેટરની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે ચોમાસા દરમિયાનથી સપ્ટેમ્બર મહિના સુધી વધુ સક્રિય રહે છે અને મુખ્યત્વે નાના બાળકોને અસર કરે છે.જા કોઈ બાળકમાં નીચેના લક્ષણો જાવા મળે તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ અથવા બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે








































