ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે. અનેક જગ્યાએ રસ્તાઓ પણ બંધ થયા છે. આ સિવાય તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં હજારો લોકોનું સ્થાળાંતર કર્યું છે. ગુજરાતમાં વર્તમાન ચોમાસાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ૪૯૩.૩૧ મિમી વરસાદ પડ્યો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં સિઝનનો કુલ ૫૪.૨૮ ટકા (૪૯૩.૩૧ મિમી) વરસાદ નોંધાયો છે. ઝોન વાઈઝ જાવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૭.૯૨ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ૪૫.૫૮ ટકા, સૌરાષ્ટÙમાં ૪૩.૭૫ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૪૧.૨૫ ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં અત્યાર સુધી માત્ર ૧૯.૦૫ ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. રાજ્યમાં ૨૨ જુલાઈથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ૪૬ લોકોના મોત થયા છે. આ પહેલાં સુરતમાં ખાડીપૂર સમયે ૪૬ ૨૫ લોકોના મોત થયા હતા. અત્યાર સુધી ગુજરાતમાં વરસાદને કારણે કુલ ૭૧ માનવ મૃત્યુ થયા છે.રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ચોમાસા દરમિયાન કુલ ૫૩૧૧૭ લોકોનું સલામત સ્થળે સ્થાળાંતર કરવામાં આવ્યું છે. વલસાડમાં સૌથી વધુ ૨૧૦૨૮ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે નવસારીમાં ૧૬૪૭૦ અને સુરતમાં ૮૫૮૬ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે રેસ્ક્્યુ કરી ૮૦૮૦ લોકોને બચાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ૧૭ એનડીઆરએફ અને ૩૩ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.રાજ્ય સરકાર અને હવામાન વિભાગે દરિયામાં કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આ સિવાય રાજ્યમાં દક્ષિણ ગુજરાત (વલસાડ, નવસારી, સુરત) અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.






































