અમરેલીની મહિલા આટ્‌ર્સ કાલેજ દ્વારા કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે વિશેષ સાહિત્યિક કાર્યક્રમનું
ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કાલેજ દ્વારા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી પ્રસંગે ઓનલાઈન આંતરરાષ્ટ્રીય કાવ્યસંગોષ્ઠીનું આયોજન થયું હતું. પ્રાચાર્ય વિલાસબેન સોરઠિયાના સ્વાગત પ્રવચન બાદ ગુજરાતી વિભાગાધ્યક્ષ ડા. નિરૂપા ટાંક દ્વારા કવિના સાહિત્યિક યોગદાન અને માનવતાવાદી વિચારધારા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સંગોષ્ઠીમાં બેલ્જિયમથી કવિ કપિલ કુમાર તથા ગુજરાતના જાણીતા કવિઓ સ્નેહલ જોશી, કેતન જોશી, વિશાલ જોશી અને પાયલબહેન ઉનડકટે સ્વરચિત કાવ્યોનું સુંદર પઠન કર્યું હતું. ડા. અરવિંદ કુમાર ઉપાધ્યાય અને ડા. નિરૂપા ટાંકના સફળ સંચાલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમે વિદ્યાર્થિનીઓમાં સાહિત્ય અને કાવ્ય પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો હતો.