દુબઈથી મુંબઈ આવી રહેલી એક ફ્લાઈટમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી અને આગ લાગવાની આશંકા (લગેજ કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો દેખાવાની ઘટના) સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે પાયલોટે ફ્લાઈટને રાજકોટના હિરાસર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી હતી, જ્યાં તેનું સફળતાપૂર્વક ઈમરજન્સી લેÂન્ડંગ કરવામાં આવ્યું હતું.મળતી પ્રાથમિક માહિતી મુજબ, ફ્લાઈટ જ્યારે હવામાં હતી ત્યારે તેના લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો જાવા મળ્યો હતો. સંભવિત આગ કે ટેકનિકલ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક સાધ્યો હતો. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વિમાનને નજીકના રાજકોટ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ફ્લાઈટના ઈમરજન્સી લેÂન્ડંગના સમાચાર મળતા જ રાજકોટ એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે એરપોર્ટ પર પોલીસ કાફલો અને ફાયરબ્રિગેડની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી હતી.ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ જતાં તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં એક મોટી હોનારત ટળી ગઈ હતી. જાકે, અત્યાર સુધી હિરાસર એરપોર્ટના અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર વિગતવાર નિવેદન કે માહિતી આપવામાં આવી નથી.