અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા કુદરતી અવસાન પામેલા બે ખાતાધારકોના વારસદારોને રૂ. ૨-૨ લાખનો વીમા ક્લેમ આપવામાં આવ્યો છે. હેમાલ ગામના પ્રેમજીભાઈ ભીખાભાઈ જોગડીયાના તેમજ દાતરડી ગામના રૂખડભાઈ ટપુભાઈના વારસદારોના ખાતામાં સહાયની રકમ સીધી જમા કરવામાં આવી હતી. બેંક અધિકારીઓએ યોજનાની માહિતી આપી વધુમાં વધુ લોકો જોડાવા અપીલ કરી








































