શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે, પરંતુ બોપલ વિસ્તારમાં આવેલી ભગવતી કૃપા સોસાયટી માટે આ વરસાદ ક્યારેય ન ભૂલાય તેવી દુઃખદ આપદા બનીને આવ્યો છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં રહીશોએ ભારે આર્થિક અને માનસિક યાતના ભોગવવાનો વારો આવ્યો છે. પાણી ઓસર્યા બાદ સોસાયટીમાં જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, તે જાઈને રહીશોના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.વરસાદના આક્રમણ વચ્ચે બોપલની ભગવતી કૃપા સોસાયટીના અંદાજે ૪૨ જેટલા મકાનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી એટલી ચક્રવ્યૂહ ગતિએ ઘરમાં ઘૂસ્યા હતા કે લોકોને પોતાની જરૂરી વસ્તુઓ કે ઘરવખરી બચાવવાનો પણ સમય મળ્યો નહોતો. સોફા, ગાદલાં, કિંમતી ફર્નિચરથી લઈને જીવનભરની કમાણીથી વસાવેલાં ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન જેવાં ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં ગરકાવ થઈને બરબાદ થઈ ગયાં છે.આ ઉપરાંત, ઘરમાં રાખેલો અનાજનો મોટો જથ્થો પલળી જતાં હાલ આ પરિવારો પાસે એક ટંકનું અનાજ પણ બચ્યું નથી, જેના કારણે દરેક પરિવારને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. બીજી તરફ, સમગ્ર બોપલ વિસ્તારની Âસ્થતિ પણ અત્યંત કફોડી બની ગઈ છે. વરસાદ અટકી ગયાને કલાકો વીતી ગયા હોવા છતાં અનેક રસ્તાઓ પરથી પાણી ઓસર્યા નથી.
ખાસ કરીને બોપલ તળાવ પાસેના મુખ્ય માર્ગ પર હજુ પણ ઢીંચણસમા પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાવાની આ સમસ્યાથી સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે ભારે રોષ અને અસંતોષની લાગણી જાવા મળી રહી છે.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક તંત્ર દ્વારા હેવી ડીવોટરિંગ પંપ અને સંસાધનો તૈનાત કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગો પરથી પમ્પિંગ કરીને પાણીને બોપલ તળાવમાં ઠાલવવાની કવાયત પૂરજાશમાં ચાલી રહી છે. તંત્ર ભલે રાહત કામગીરીના દાવા કરતું હોય, પરંતુ ભગવતી કૃપા સોસાયટીના રહીશો માટે હવે આર્થિક રીતે ફરી બેઠા થવું અને સામાન્ય જીવન પાટા પર લાવવું એ મોટો પડકાર બની ગયો છે.