રાજકોટ લોકમેળાને લઈને જિલ્લા તંત્રએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જિલ્લા કલેકટર ઓમ પ્રકાશે આજે લોકમેળાની તમામ વ્યવસ્થાની માહિતી આપી. આ વર્ષે લોકમેળો ૨૨૮ પ્લોટમાં ભવ્ય રીતે યોજાશે અને સેફ્ટીને પ્રાથમિકતા આપવામાં આવી છે.રાજકોટ જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ, આ વર્ષનો લોકમેળો કુલ ૨૨૮ પ્લોટ સાથે યોજવામાં આવશે. મેળાનું સ્થળ અને તારીખ અંગેની અંતિમ જાહેરાત થઈ ગયા બાદ મેળાનું નામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. તંત્રની ટીમો અત્યારે ગ્રાઉન્ડ લેવલિંગ, લાઇટિંગ, પાણી અને સફાઈની કામગીરીમાં લાગી ગઈ છે. વેપારીઓને પ્લોટની ફાળવણીની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. આ વર્ષે લોકોને વધુ સુવિધા મળે તે માટે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. જેથી મેળાની સાથે લોકો લોક કળાનો પણ આનંદ લઈ શકે.
આ વખતના લોકમેળામાં સૌથી મોટો ફોકસ લોકોની સેફ્ટી પર છે.૧. વિશેષ કોરિડોર મેળાની અંદર એક ખાસ કોરિડોર ઊભો કરવામાં આવશે. આ કોરિડોરનો ઉપયોગ માત્ર ડિઝાસ્ટર અથવા ઇમરજન્સી પરિÂસ્થતિ માટે જ કરવામાં આવશે. જેથી કોઈ અકસ્માત થાય તો તાત્કાલિક મદ પહોંચાડી શકાય.,૨. સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સમગ્ર મેળા પર નજર રાખવા માટે એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે.,૩. એઆઇ અને ડ્રોન સર્વેલન્સ ભીડ અને સુરક્ષાને મોનિટર કરવા માટે એઆઇ કેમેરા અને ડ્રોન મારફતે સતત નજર રાખવામાં આવશે. શંકાસ્પદ પ્રવૃત્તિ તરત જ પકડી શકાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.,૪.બાઈક એમ્બ્યુલન્સ આ વર્ષે પહેલી વખત મેળામાં બાઈક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. ભીડમાં ઝડપથી પહોંચીને પ્રાથમિક સારવાર આપવામાં તે મદદરૂપ થશે.રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે કહ્યું હતું કે “આ વર્ષે રાજકોટ લોકમેળો ૨૨૮ પ્લોટ સાથે યોજાશે. અમારી પ્રાથમિકતા લોકોની સલામતી છે. એટલા માટે એઆઇ, ડ્રોન, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી માટે અલગ કોરિડોર રાખવામાં આવ્યો છે. લોકો નિશ્ચિંત થઈને મેળાની મજા માણી શકે.” બાળકો અને યુવાનોની સૌથી મોટી આકર્ષણ એટલે યાંત્રિક રાઇડ. આ વર્ષે નાની ચકરડીની સંખ્યા ૨૪ કરવામાં આવી છે. ટિકિટના ભાવ અંગે કલેકટરે સ્પષ્ટતા કરી કે આ વર્ષે યાંત્રિક રાઇડના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. નાની ચકરડીની ટિકિટ ૩૫ રૂપિયા અને મોટી રાઇડ માટે ૫૦ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. યાંત્રિક રાઇડ માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એસઓપીનું જ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. દરેક રાઇડનું ફિટનેસ સર્ટિફિકેટ અને સેફ્ટી ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે.
મેળામાં સ્વચ્છતા, પીવાના પાણી, પા‹કગ અને સીએનજી ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધ અને દિવ્યાંગ લોકો માટે અલગ એન્ટ્રી અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રાફિકને લઈને પણ ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે. મેળાના સમય દરમિયાન આસપાસના રસ્તા પર ટ્રાફિક પોલીસનો વધારાનો બંદોબસ્ત રહેશે. ખાણી-પીણીના સ્ટોલ માટે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલિંગ અને ચેકિંગ કરવામાં આવશે. જેથી લોકોને શુદ્ધ ખાવાનું મળે. આ વર્ષનો રાજકોટ લોકમેળો સુરક્ષા, સુવિધા અને મનોરંજનના ત્રિવેણી સંગમ સાથે યોજાવા જઈ રહ્યો છે. તંત્રની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.