ધોરાજીમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના હોદ્દેદાર પી. સી. ગુંદણિયા, નીતિનભાઇ, પલ્લવીબેન, બાબુભાઈ જાગાણી સહિતના કાર્યકર્તાઓ દ્વારા ગેલેક્સી ચોક ખાતે નાગરિકોને વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરીને પર્યાવરણની જાગૃતિનો સંદેશ આપ્યો હતો.










































