લાઠી-ચાવંડ રોડ રેલવે ફાટકથી નાના રાજકોટ તરફ એક મહિલાને અહીં ઘેટાં-બકરાં નહીં ચરાવવાનું કહી ગાળો આપવામાં આવી હતી. આ અંગે રંજનબેન બિજલભાઈ ચારોલીયા (ઉ.વ. ૫૦)એ કુલદીપભાઈ કાળુભાઈ હુંબલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ કાળુભાઈ હુંબલની વાડીના શેઢા પાસે પોતાના ઘેટાં-બકરાં ચરાવતા હતા. તે દરમિયાન આરોપીએ તેમની પાસે આવી અહીં  ઘેટાં-બકરાં નહીં ચરાવવાનું કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી.
તેમજ લોખંડના પાઈપ વડે માથાના વચ્ચેના ભાગે એક ઘા મારી ઈજા કરી હતી અને ‘ફરીવાર અહીં બકરાં ચરાવવા આવીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.