અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે આવેલ એસ. એમ. વઘાસીયા ઈંગ્લીશ મિડીયમ હાયર સેકન્ડરી સ્કૂલમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વર્ગખંડના બોર્ડ પર કારગિલ વિજય દિવસને અનુલક્ષીને સુંદર ચિત્રો દોર્યાં હતાં તથા કારગિલ યુધ્ધ અને ભારતીય સેનાના શૌર્ય વિશે માહિતી મેળવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને શહીદો પ્રત્યે સન્માનની ભાવના વિકસાવવાનો હતો.