અમરેલીના બાબાપુરથી તરવડાના મઢી વાળા રસ્તે આવેલી વાડીએથી ૧૪૦ ફૂટ કેબલની ચોરી થઈ હતી.  આ અંગે બાબાપુર ગામે રહેતા વિજયભાઈ વિઠ્ઠલભાઈ રીબડીયા (ઉ.વ. ૪૦)એ જણાવ્યા મુજબ, તેમની વાડીમાં અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરીને  કૂવામાં લટકાવેલો આશરે ૧૪૦ ફૂટ ઈલેક્ટ્રિક કેબલ ચોરીને લઈ ગયો હતો. જેની કિંમત રૂ. ૩,૫૦૦ ગણાવવામાં આવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. ડી. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.