‘ખતરોં કે ખિલાડી ૧૫’નો નવો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શેટ્ટી બધાને સરપ્રાઇઝ આપે છે. સ્પર્ધકો આ સરપ્રાઇઝથી દંગ રહી ગયા છે. ખતરોં કે ખિલાડી સીઝન ૧૫ ના આ લોકપ્રિય પ્રોમોમાં મોર્ને મોર્કેલ દેખાય છે. તેની એન્ટ્રી બધાને સ્તબ્ધ કરી દે છે. તે સ્પર્ધકોને પડકાર ફેંકે છે, જેનાથી બધાને આશ્ચર્ય થાય છે કે તેઓ કેવી રીતે જીતશે. આ લોકપ્રિય સ્ટંટ-આધારિત રિયાલિટી શો “ડર કા નયા દૌર” થીમ સાથે પાછો ફરી રહ્યો છે, જેમાં ગૌરવ ખન્ના, અવિનાશ મિશ્રા અને ફરહાના ભટ્ટ જેવા સ્પર્ધકો છે.
રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરાયેલ શોની આ સીઝન પહેલા કરતા વધુ વિસ્ફોટક અને ખતરનાક બનવાની તૈયારીમાં છે. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર મોર્ને મોર્કેલ પણ શોમાં જાવા મળશે. પોતાની ભયાનક બોલિંગ માટે જાણીતો આ ફાસ્ટ બોલર “ખતરોં કે ખિલાડી” સાથે ભારતીય રિયાલિટી ડેબ્યૂ કરી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે તે ભારતીય ક્રિકેટ ટીમનો બોલિંગ કોચ પણ છે.એક ટાસ્કમાં, સ્પર્ધકોએ મોર્ને મોર્કેલ દ્વારા ફેંકવામાં આવેલ બોલ પકડવાનો રહેશે, પરંતુ આ ટાસ્ક સરળ રહેશે નહીં. સ્ટંટ પૂર્ણ કરવા માટે, સ્પર્ધકો ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરની ફાસ્ટ બોલિંગનો સામનો કરશે. મોર્કલે રમતના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન સામે મેદાન પર સમય વિતાવ્યો છે, અને ‘ખતરોં કે ખિલાડી’માં તેનું પ્રદર્શન સ્ટંટ ચેલેન્જના ઉત્સાહમાં વધારો કરશે અને રમતમાં એક નવું પરિમાણ ઉમેરશે. રોહિત અને સેલિબ્રિટી સ્પર્ધકો સાથે મોર્કેલ જાડાતા, નવી સીઝનમાં શારીરિક પડકારો, રોમાંચ અને ઘણી આશ્ચર્યજનક ક્ષણો દર્શાવવામાં આવશે.’ખતરોં કે ખિલાડી ૧૫’નો પહેલો એપિસોડ ૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ પ્રસારિત થશે અને દર શનિવાર અને રવિવારે રાત્રે ૯ વાગ્યે કલર્સ અને જિયો હોટસ્ટાર પર પ્રસારિત થશે.












































