બગસરામાં પ્રૌઢ પર ઈંટના છૂટા ઘા કરી ગાળો આપવામાં આવી હતી, તેમજ જાનથી મારવાની પણ ધમકી આપી હતી. આ અંગે સીકંદરભાઈ બચુભાઈ સૈયદ (ઉ.વ. ૬૬)એ અમીન અલારખભાઈ કાળવાતર, રફીકભાઈ અલારખભાઈ કાળવાતર તથા રફીકભાઈના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ તેમના પૌત્રો અવેશ તથા અલ્ફેસ બંને પોતાની મોટરસાયકલ લઈને પોતાના ગેરેજેથી ગામમાં સામાન લેવા માટે જતા હતા, ત્યારે રસ્તામાં અમીનભાઈએ પોતાની ફોર-વ્હીલ કાર સામે લાવીને રાખી દીધી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. આ દરમિયાન રફીકભાઈએ આવીને ગાળો આપી સાક્ષીઓ પર છૂટા પથ્થરોના ઘા કર્યા હતા.આ સમયે તેઓ (ફરિયાદી) વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ ગાળો આપી હતી અને રફીકભાઈના પત્નીએ પણ આવીને તેમના પર તથા સાક્ષીઓ પર છૂટી ઈંટોના ઘા કરી ગાળો આપી હતી. ત્રણેય આરોપીઓએ છૂટા પથ્થરો, ઈંટોના ઘા મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. જે. બાલસરા વધુ તપાસ કરી રહ્યા છે.પ્રૌઢે મહિલા સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી