પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાળીયા ખાતે વિઝન ફોર વાઇલ્ડ લાઇફ કાર્યક્રમ અંતર્ગત પરપ્રાંતીય શ્રમિક પરિવારોની સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ખજૂર, ગોળ તેમજ સિંગ-દાળિયાની પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વાડી વિસ્તારમાં રહેતા પરિવારોને વન્યજીવો સાથે સુરક્ષિત સહજીવન જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી આરોગ્ય સેવાઓનો લાભ લેવા, બાળકોના શિક્ષણ અને બાળ ઉછેર અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વ. વિનોદરાય રતિલાલ મસરાણીની સેવાભાવનાને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આરોગ્ય કેન્દ્રના સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો.





































