ભારત નેપાળનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, અને સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ ભારતમાંથી નેપાળ આવે છે. હજારો નેપાળી લોકો ભારતમાં કામ કરે છે, અભ્યાસ કરે છે અને વ્યવસાય કરે છે. આવી સ્થિતિમાં, નેપાળ સરકારે એક નવી નોટિસ જારી કરીને જણાવ્યું છે કે નેપાળી નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ કસ્ટમ્સને જાહેર કર્યા વિના ૫,૦૦૦ યુએસ ડોલર સુધી નેપાળમાં લાવી શકે છે. ૫,૦૦૦ યુએસ ડોલરથી વધુની કોઈપણ રકમની જાણ કસ્ટમ અધિકારીઓને કરવી આવશ્યક છે.નેપાળે ભારતીય અને નેપાળી નાગરિકોને ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની ભારતીય ચલણી નોટોમાં ૨૫,૦૦૦ રૂપિયા સુધી દેશમાં લાવવાની મંજૂરી આપી છે, જા કે તે ૯ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ અથવા તે પછી જારી કરવામાં આવી હોય. વધુમાં, ૨૦૧૬ પહેલા જારી કરાયેલ ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની ભારતીય ચલણી નોટો નેપાળમાં પ્રતિબંધિત છે.
નવા નિયમોની સ્પષ્ટતા કરતા,એનઆરબી પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે શનિવારે જણાવ્યું હતું કે નેપાળી નાગરિકો ભારત સિવાય અન્ય કોઈપણ દેશમાંથી નેપાળમાં ભારતીય ચલણ લાવી શકતા નથી. તેવી જ રીતે, તેઓ નેપાળથી ભારત સિવાય કોઈપણ ત્રીજા દેશમાં ભારતીય ચલણ લઈ જઈ શકતા નથી. તેમણે કહ્યું કે નવી જાગવાઈ નેપાળની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ અને ભારત સાથે વેપાર અને વ્યવસાય કરતા નેપાળી નાગરિકોને સુવિધા આપશે. તેમણે કહ્યું કે આ પગલું બે પડોશી દેશો વચ્ચે ભારતીય ચલણની અવરજવર પરના નિયંત્રણોને હળવી કરે છે, જેમના લોકો વચ્ચે ગાઢ સંબંધો અને ખુલ્લી સરહદ છે.નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નેપાળી નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ કસ્ટમ્સ ઘોષણા વિના નેપાળમાં યુએસ ૫,૦૦૦ અથવા તેના સમકક્ષ અન્ય વિદેશી ચલણોમાં લાવી શકે છે.યુએસ ૫,૦૦૦ થી વધુની કોઈપણ રકમ માટે કસ્ટમ્સ ઘોષણાપત્રની જરૂર પડશે. ભારતે ૮ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને બંધ કરી દીધી હતી. આ નોટોને નવી ડિઝાઇનવાળી ૫૦૦ રૂપિયાની નોટો અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટોથી બદલવામાં આવી હતી, જે પાછળથી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી. નોટબંધી બાદ, નેપાળે જૂની ભારતીય ચલણી નોટોના ઉપયોગ અને પરિવહન પર પ્રતિબંધ મૂક્યો હતો.







































