વિજપડી ગામે અંબુજા ફાઉન્ડેશનના સહયોગથી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ અને માધવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો હેતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને આંખોની ગુણવત્તાસભર સારવાર સરળતાથી મળી રહે તે હતો. કેમ્પ દરમિયાન ૧૦૦થી વધુ દર્દીઓની આંખોની તપાસ, નિદાન અને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તપાસ બાદ મોતિયાની તકલીફ ધરાવતા ૩૫ દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન અને વધુ સારવાર માટે સંસ્થાની વિશેષ બસ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. કેમ્પથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને મોટી રાહત મળી હતી.