બાબરા-ભાવનગર મુખ્ય માર્ગ પર આવેલી જીઆઈડીસી નજીક આજે બપોરે એક ટ્રક અકસ્માતનો ભોગ બન્યો હતો. ટ્રકના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન રોડ પરથી ઉતરી બાજુના ખાળિયામાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ માટે પ્રયાસો હાથ ધર્યા હતા. અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી. ટ્રક ખાળિયામાં ફસાઈ જતાં ક્રેઇનની મદદથી તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. કલાકોની જહેમત બાદ ટ્રકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.







































