દામનગર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના આરોપી સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ દ્વારા દામનગરના કૌશિક ઉર્ફે કવો ભરતભાઈ ગોહિલ સામે પાસાની દરખાસ્ત માન્ય રાખતા અમરેલી એલસીબી દ્વારા કૌશિકને પાલનપુર જિલ્લા જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે.








































