રાજુલા શહેરના ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે મોરંગી ગામના યુવાન મોહિત રાઠોડે સોનમ વાંગચુકના ઉપવાસ આંદોલનને નૈતિક સમર્થન આપ્યું હતું. હાથમાં પોસ્ટરો લઈને તેઓ સવારથી સાંજ સુધી ઊભા રહી વિદ્યાર્થીઓના હકમાં અવાજ ઉઠાવતા રહ્યા હતા. દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુક દ્ગઈઈ્ પેપર લીક મામલે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે ઉપવાસ પર બેઠા છે. મોહિત રાઠોડે જણાવ્યું કે પેપર લીક જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓની મહેનત વ્યર્થ જાય છે અને ન્યાય માટેની આ લડતમાં તેઓ સોનમ વાંગચુકની સાથે છે.










































