અમરેલી ખાતે આવેલા એસટી ડેપોમાં ગાયત્રી પરિવાર તેમજ એસટી ડેપોના સંયુક્ત સહયોગથી ૩૧ મે ‘વિશ્વ તમાકુ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપો પરિસરમાં ઉપસ્થિત મુસાફરો, ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય સ્ટાફ મિત્રોને તમાકુ તેમજ અન્ય નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે
જાગૃત કરવામાં આવ્યા હતા. ગાયત્રી પરિવારના સભ્યો અને એસટી ડેપોના અધિકારીઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત લોકોને તમાકુનું વ્યસન છોડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને સમાજને વ્યસનમુક્ત બનાવવા માટે સૌના સહિયારા પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો.