કપાસના પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે ખેડૂતોએ વાવણી પહેલાં અને વાવણી સમયે વિશેષ માર્ગદર્શિકા અનુસરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. લાંબા ગાળે પાકની ફેરબદલી સાથે જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો આપવા જરૂરી છે. ચાસમાં ભેજ હોય ત્યારે એરંડીના ખોળ સાથે ટ્રાયકોડર્મા વિરીડી ભેળવીને આપવાથી ફાયદો થાય છે.નવો સુકારો (પેરાવિલ્ટ) અટકાવવા માટે હલકી જમીનમાં પાળા પધ્ધતિ અપનાવવી અને આંતરપાક તરીકે મઠ, અડદ કે મકાઈ વાવવા હિતાવહ છે. બીજજન્ય રોગો અને ખૂણિયા ટપકાના નિયંત્રણ માટે વાવણી સમયે બીજને રૂવાંટીમુક્ત કરી, ગંધકના તેજાબથી સાફ કર્યા બાદ ટ્રાયકોડર્મા, કાર્બોક્ઝીન અથવા સ્યુડોમોનાસ જેવી જૈવિક-રાસાયણિક દવાઓનો પટ આપીને જ વાવેતર કરવું.









































