અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને કેન્દ્રબ સરકાર જોગ આવેદનપત્ર પાઠવીને
એમ.આર.પી. ના નામે થતી નફાખોરી અને ગ્રાહકોની આર્થિક લૂંટ રોકવા કડક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે.ગ્રાહક પંચાયતે રજૂઆત કરતાં જણાવ્યું કે, ચોક્કસ નીતિ-નિયમોના અભાવે ઉત્પાદક કંપનીઓ વાસ્તવિક ઉત્પાદન ખર્ચ કરતાં અનેક ગણી વધુ કિંમત છાપીને ગ્રાહકોનું શોષણ કરે છે. મેડિકલ સ્ટોર્સ પર આ દવાઓ છાપેલી કિંમતે જ વેચાતી હોવાથી સામાન્ય નાગરિકો મોટા પાયે લૂંટાઈ રહ્યા છે. આ અનિયંત્રિત નફાખોરી સામે તાત્કાલિક કાયદાકીય નિયંત્રણ લાવવાની માંગ સાથે અમરેલી જિલ્લાના સહ સંયોજક જગત કોટેચા, સંજયભાઈ અગ્રાવત સહિતના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી હતી.