સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન બાદ હવે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત નવસારી મહાનગરપાલિકામાં પણ નવા મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકાના નવા મેયર તરીકે અશોક ધોરાજી ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી છે.
નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે નવસારી સહિત રાજ્યની અનેક મહાનગરપાલિકાઓમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું, જેના પગલે હવે સંગઠન અને વહીવટી જવાબદારીઓ માટે નવા નેતાઓને તક આપવામાં આવી રહી છે.
રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે નવી ટીમ શહેરના વિકાસ, સ્વચ્છતા, પાણી, રોડ, ટ્રાફિક અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર વધુ ફોકસ કરશે. આગામી સમયમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. નવસારી મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક સાથે હવે શહેરના વહીવટમાં નવી શરૂઆત માનવામાં આવી રહી છે.








































