ગાંધીધામ મહાનગરપાલિકાના નવા મેયર પદે ભાજપના દિવ્યા નાથાણીની પસંદગી થઈ છે. ગાધીધામ મનપાના ડેપ્યુટી મેયર તરીકે નવીન જરૂની પસંદગી કરવામાં આવી છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે તેજસ શેઠ નીમાયા છે. શાસક પક્ષના નેતા તરીકે ભરત મીરાણી છે અને દંડક તરીકે સુરેશ ધ્રુવાની પસંદગી કરવામાં આવી છે.
ગાંધીધામ મનપામાં નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે નવસારી સહિત રાજ્યની અનેક મહાનગરપાલિકાઓમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું, જેના પગલે હવે સંગઠન અને વહીવટી જવાબદારીઓ માટે નવા નેતાઓને તક આપવામાં આવી રહી છે.
રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે નવી ટીમ શહેરના વિકાસ, સ્વચ્છતા, પાણી, રોડ, ટ્રાફિક અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર વધુ ફોકસ કરશે. આગામી સમયમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. નવા હોદ્દેદારોની નિમણૂક સાથે હવે શહેરના વહીવટમાં નવી શરૂઆત માનવામાં આવી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે રાજ્યની અનેક મહાનગરપાલિકાઓમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે સંગઠન અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે નવા ચહેરાઓને તક આપવામાં આવી રહી છે.
રાજકીય વિશ્લેષકોના મતે શહેરના વિકાસ, રસ્તા, પાણી, સ્વચ્છતા, ડ્રેનેજ અને નાગરિક સુવિધાઓ જેવા મહત્વના મુદ્દાઓ પર નવી ટીમ વધુ ફોકસ કરશે. શહેરના વિકાસ માટે આગામી સમયમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગાંધીધામ મનપામાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂક સાથે હવે શહેરના વહીવટમાં નવી શરૂઆત માનવામાં આવી રહી છે.