અમરેલીમાં રહેતી એક મહિલાને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. દવા લેવા છતાં કોઈ ફેર ન પડતાં, દુખાવાથી કંટળીને તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ અંગે શૈલેષભાઈ વજેસિંગભાઈ રાઠોડ (ઉ.વ.૩૫)એ પોલીસને જાહેર કર્યા મુજબ, તેમની પત્નીને છેલ્લા ચારેક દિવસથી પેટમાં દુખાવો થતો હતો. દવા લેવા છતાં સારું થતું નહોતું. પેટનો આ દુખાવો સહન ન થતાં તેણે ઘરે રસોડાના સ્લેબની હુકમાં દોરી બાંધી પોતાની મેળે ગળાફાંસો ખાઈ લીધો હતો. હાલ તે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એચ. ભટ્ટી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.