ગોપાલગ્રામમાં એક યુવકે ઉંદર મારવાની ઝેરી દવા પી જતાં મોત થયું હતું. આ અંગે તેજલબેન મુળજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, મુળજીભાઇ સોમાભાઇ વાઘેલા (ઉ.વ.૩૦)નું ઉંદર મારવાની ઝેરી દવા પી જતાં મોત થયું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઈ ભગુભાઈ ખાચર વધુ તપાસ કરી રહ્યા છે.








































