પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયાએ અમરેલી જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ સમિતિના ચેરમેન અને સદસ્યોને અભિનંદન સહ શુભકામના પાઠવી હતી. જીતુભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે તમામ ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યોના સક્ષમ નેતૃત્વ હેઠળ અમરેલી જિલ્લો વિકાસના નવા શિખરો સર કરે અને જિલ્લામાં વિકાસની નવી કેડી કંડારે સાથોસાથ જનસેવા અને લોકહિતના કાર્યોમાં આપને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થાય તેવી પણ આશા વ્યકત કરી છે.
જિલ્લા પંચાયત સદસ્યોના સઘન પ્રયાસોથી છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓના લાભો પારદર્શક રીતે પહોંચે અને અમરેલી જિલ્લો પ્રગતિ પંથે સતત આગળ વધે તેવી અંતમાં જીતુભાઈ કાછડીયાએ શુભકામના પાઠવી હતી.








































