અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. વડિયાના લુણીધાર ગામેથી બાવકુભાઈ ગીડા ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલ તથા પાંચ નંગ ચપટા સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી ૨૨૧૯ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સાવરકુંડલામાં જેસર રોડ ફાટક પાસેથી ઈમરાન ઉર્ફે બીદુ કુરેશી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે પકડાયો હતો. જિલ્લામાં છ લોકો પાસેથી ૧૯ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.








































