વડીયાના ખાખરીયા ગામમાં તાજેતરમાં જ નવીન આંગણવાડી ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ખાસ ઉપસ્થિત રહીને ભૂમિપૂજન વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધિત કરતા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં બાળ શિક્ષણ, પોષણ અને મહિલા તેમજ બાળ કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.નવા આધુનિક આંગણવાડી ભવનના નિર્માણથી ગામના નાના બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ સાથે જ ગામની સ્થાનિક મહિલાઓ માટે આરોગ્ય અને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવો પણ ખૂબ સરળ બની જશે. તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ થનારા આ નૂતન ભવનમાં બાળકો માટે ડિજિટલ અભ્યાસ, મનોરંજક રમતો અને આરોગ્યપ્રદ પોષણ કાર્યક્રમોનું સુચારૂ આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ શકશે.