લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ઓબીસી મહિલા માટે અનામત જાહેર થયું હતું. ભાજપ પાસે આ બેઠક પર કોઈ ચૂંટાયેલા ઓબીસી મહિલા સભ્ય ન હોવાથી, કોંગ્રેસ ત્યાં પોતાની સરકાર બનાવવા માટે ખૂબ જ સક્રિય થઈ ગઈ હતી. કોંગ્રેસ પંચાયતમાં સત્તા મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહી હતી, ભાજપે કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આમ આદમી પાર્ટીના કોળી સમાજના વિજેતા ઉમેદવાર રમીલાબેન પૂનતિયાને પ્રમુખ પદ માટે પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ભાજપના તમામ સભ્યોના મજબૂત સમર્થનથી રમીલાબેન લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જેના કારણે સત્તા મેળવવાની કોંગ્રેસની આશાઓ પર આખરે પાણી ફરી વળ્યું છે.








































