અમરેલી જિલ્લામાં બોરની મોટરના કેબલ વાયરની ચોરીની ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. વડિયાના માયાપાદર ગામે બે અને અમરેલીના કાઠમા ગામે એક ઘટના બની હતી.
વડિયાના માયાપાદર ગામે રહેતા જયંતીભાઇ વલ્લભભાઇ ઠુંમર (ઉ.વ. ૫૦) એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યો ચોર ઇસમ તેમની વાડીના શેઢા પરથી ઇલેકટ્રીક મોટરનો ૬૦ ફૂટ કેબલ વાયર તથા સાહેદની વાડીના શેઢા પરથી ઇલેકટ્રીક મોટરનો ૪૦ ફૂટ કેબલ વાયર મળી કુલ ૧૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
બીજા બનાવમાં માયાપાદર ગામે રહેતા રમેશભાઇ વલ્લભભાઇ સાવલીયા (ઉ.વ. ૫૦) એ જાહેર કર્યા મુજબ, તેમની વાડીના શેઢા પરથી ઇલેકટ્રીક મોટરનો ૬૦ ફૂટ કેબલ વાયર ચોરાયો હતો.ત્રીજા બનાવમાં કાઠમા
ગામે રહેતા યોગેશભાઇ હિંમતભાઇ ચાવડા (ઉ.વ. ૨૮) એ જાહેર કર્યા મુજબ, તેમની તથા સાહેદની વાડી-ખેતરના કૂવા તથા બોરની મોટરનો આશરે ૧૨૦ ફૂટ કેબલ વાયર અજાણ્યો ચોર ઈસમ ચોરીને ફરાર થઈ ગયો હતો.









































