બાબરા તાલુકા પંચાયતમાં ભાજપ આગેવાનો અને મામલતદારની ઉપસ્થિતિમાં નવી ટીમના હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ બેઠકમાં પ્રમુખ તરીકે તુષાર રામાણી, ઉપપ્રમુખ પદે ઉર્મિલાબેન કારેણા અને કારોબારી ચેરમેન તરીકે માધવભાઈ કટારીયાની સર્વાનુમતે પસંદગી થઈ છે. આ ઉપરાંત, પક્ષના નેતા તરીકે કલ્પેશભાઈ મકવાણા તથા દંડક તરીકે હીનાબેન ગરૈયાની નિમણૂક કરાઈ છે. નવનિયુક્ત પ્રમુખ તુષાર રામાણીએ જણાવ્યું કે તાલુકાના ગામડાઓના સર્વાંગી વિકાસને પ્રથમ પ્રાધાન્ય આપીને લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે. નવી ટીમની જાહેરાતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો પ્રભાતભાઈ કોઠીવાળ, હિતેશભાઈ કલકાણી, મુકેશભાઈ ગોંડલીયા અને મહેશભાઈ જાવીયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.








































