દેશમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યો છે. ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. છેલ્લાં ૧૨ દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. ૧૨ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૭.૩૭ રૂપિયાનો વધારો થયો છે. તો ડીઝલના ભાવમાં ૭.૭૫ રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ સદીને વટાવી ગયો છે.
૧૨ દિવસમાં જ ફરી ચોથી વખત પેટ્રોલ ડીઝલના વધતા ભાવ બતાવે છે કે, આગામી સમયમાં મોટું સંકટ આવવાનું છે. પેટ્રોલ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાને પાર ગયુ છે. પેટ્રોલમાં પ્રતિ લીટર ૨.૬૧અને ડીઝલમાં પ્રતિ લીટર ૨.૭૧ નો વધારો ઝીંકાયો છે. હોર્મુઝની ખાડીને લઇ સકારાત્મક સમાચાર આવે તેવી લોકોની આશા હતી, પરંતું મોંઘવારીનો મોટો ઝટકો થયો છે અને આજે ચોથી વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર ૨.૬૧ અને ડીઝલમાં પ્રતિ લીટર ૨.૭૧ સુધીનો મોટો વધારો ઝીંકાયો છે. સરેરાશ કિંમતો પર નજર કરીએ તો, પેટ્રોલમાં પ્રતિ લીટર ૨.૬૧ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૨.૭૧ નો વધારો ઝીંકાયો છે. અલગ-અલગ રાજ્યોના સ્થાનિક ટેક્સના કારણે મહાનગરોમાં આ વધારો ૨.૮૭ સુધી પહોંચ્યો છે.
પેટ્રોલનો નવો ભાવ ૧૦૧.૮૩ રૂપિયા જ્યારે ડીઝલનો નવો ભાવ ૯૭.૯૨ રૂપિયા થયો છે. ૧૫ મેથી સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. ૧૪ મેના રોજ પેટ્રોલનો ભાવ ૯૭.૫૧ પ્રતિ લીટર હતા, જ્યારે ડીઝલનો ભાવ ૯૦.૧૭ રૂપિયા હતો. માત્ર ૧૧ દિવસના ગાળામાં પેટ્રોલમાં ૭.૩૪ રૂપિયા જયારે ડીઝલમાં ૭.૭૫ રૂપિયાનો ભાવ વધ્યો છે. આમ, ૧૫ મેથી સતત ભાવ વધારો થઈ રહ્યો છે.
વડોદરામાં ડીઝલમાં ૨.૭૯ રૂપિયાનો વધારો થતા ૯૭.૫૭ રૂપિયા ભાવ થયો છે. તો પેટ્રોલમાં ૨.૫૯ રૂપિયાનો વધારો થતા ૧૦૧.૪૬ રૂપિયા પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે.
અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. પેટ્રોલમાં રૂપિયા ૨.૬૦ અને ડિઝલમાં ૨.૮૦ નો વધારો થયો છે. નવા ભાવ વધારા પ્રમાણે પેટ્રોલનો નવો ભાવ લીટરે ૧૦૧.૬૬ રૂપિયા અને ડીઝલમાં ૯૭.૭૮ રૂપિયા થયો.
૧૨ દિવસમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે, ત્યારે સુરતમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે. પેટ્રોલના લીટર દીઠ રૂ ૨.૬૦ નો વધારો થતા પેટ્રોલનો નવો ભાવ રૂપિયા ૧૦૧.૭૨ થયો છે. પેટ્રોલનો જુનો ભાવ રૂ ૯૯.૧૨ હતો. તેની સાથે ડીઝલના ભાવમાં ૨.૬૯ નો ભાવ વધારો થતા ડીઝલનો નવો ભાવ ૯૭.૮૫ રૂપિયા થયો છે. ડીઝલનો જુનો ભાવ ૯૫.૦૬ રૂપિયા હતો.