મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેની ભીષણ લડાઈ બાદ, યુદ્ધવિરામ લાગુ છે. જા કે, આ ક્ષેત્રમાં તણાવ હજુ પણ ઊંચો છે. એવી આશંકા છે કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાન પર ફરીથી હુમલાઓ શરૂ કરી શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનને સતત ધમકી આપી રહ્યા છે. જા કે, એક અહેવાલ સામે આવ્યો છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાએ ૪૨ વિમાન ગુમાવ્યા છે. આ ૪૨ વિમાનોના વિનાશને અમેરિકા માટે મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.
આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકાએ ઈરાનને નિશાન બનાવીને ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું. ઈરાનના અનેક વિસ્તારોમાં લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેની સહિત અનેક અગ્રણી નેતાઓ અને લશ્કરી અધિકારીઓ માર્યા ગયા હતા. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)એ આ યુએસ ઓપરેશન અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, ઈરાન સામેના આ ઓપરેશન દરમિયાન ફાઇટર જેટ અને ડ્રોન સહિત ઓછામાં ઓછા ૪૨ યુએસ એરક્રાફ્ટ નાશ પામ્યા હતા અથવા નુકસાન થયું હતું.
સીઆરએસ રિપોર્ટમાં જણાવાયું છે કે ઈરાન સામેની કાર્યવાહી દરમિયાન નુકસાન પામેલા વિમાનોમાં ચાર એફ-૧૫ઈ સ્ટ્રાઈક ઈગલ ફાઈટર, એક એફ-૩૫છ લાઈટનિંગ-૨ ફાઈટર, એક એ-૧૦ થંડરબોલ્ટ ૨ ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ, સાત કેસી-૧૩૫ સ્ટ્રેટોટેન્કર એરિયલ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ, એક ઈ-૩ સેન્ટ્રી એડબ્લ્યુએસીએસ એરક્રાફ્ટ, બે એમસી-૧૩૦ જે કમાન્ડો-૨ સ્પેશિયલ ઓપરેશન એરક્રાફ્ટ, એક એચએચ -૬૦ઉ જાલી ગ્રીન-૨ હેલિકોપ્ટર, ૨૪ એમકયુ ૯ રીપર ડ્રોન અને એક – એમકયુ ૪ સી ટ્રાઇટોન ડ્રોનનો સમાવેશ થાય છે. ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામેલા વિમાનોની સંખ્યા વર્ગીકરણ, ચાલુ લડાઇ પ્રવૃત્તિ અને ઓળખ સહિતના અનેક પરિબળોને કારણે અપડેટને પાત્ર છે.
સીઆરએસ યુએસ કોંગ્રેસ અને સમિતિઓને નીતિ અને કાનૂની વિશ્લેષણ પ્રદાન કરે છે. તેણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને સીઇએનટીસીઓએમના અહેવાલો અને નિવેદનોના આધારે આ નુકસાનનું સંકલન કર્યું. એ નોંધવું જાઈએ કે અગાઉની માહિતી બહાર આવી હતી કે યુએસએ ઈરાન સામેના યુદ્ધમાં આશરે ૨૯ બિલિયન ખર્ચ કર્યા હતા.