કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ ગઠબંધને કેરળમાં તાજેતરની વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે, જેમાં ડાબેરી મોરચા ગઠબંધનને સત્તા પરથી દૂર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા વીડી સતીસને કેરળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી, વીડી સતીસને એક પછી એક મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. સીએમ સતીસને હવે જાહેરાત કરી છે કે કેરળ સરકારે સિલ્વરલાઈન પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે તિરુવનંતપુરમમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી.
કેરળના મુખ્યમંત્રી વીડી સતીસને બુધવારે જાહેરાત કરી હતી કે કેરળ સરકારે સિલ્વરલાઈન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. સિલ્વરલાઈન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પાછલી એલડીએફ સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ ૨૦૧૯ માં શરૂ કરવામાં આવ્યો હતો. સિલ્વરલાઈન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટનો હેતુ કેરળના ઉત્તર અને દક્ષિણ ભાગોને સેમી-હાઈ-સ્પીડ રેલ નેટવર્કથી જાડવાનો હતો. આ પ્રોજેક્ટ તિરુવનંતપુરમને કાસરગોડ જિલ્લા સાથે જાડતો હતો. જેથી ઉત્તરના લોકો સરળતાથી તિરુવનંતપુરમ પહોંચી શકે અને દક્ષિણ કેરળના લોકો સરળતાથી ઉત્તરીય જિલ્લાઓ સુધી પહોંચી શકે.
કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીસને જણાવ્યું હતું કે સિલ્વરલાઈન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સંબંધિત સૂચનાઓ પાછી ખેંચી લેવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ, મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર સિલ્વરલાઈન પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓ સામે દાખલ કરાયેલા ફોજદારી કેસ પાછા ખેંચવાની ભલામણ કરશે. જાકે, આ કોર્ટના નિર્ણયોને આધીન રહેશે.
મુખ્યમંત્રી વી.ડી. સતીસને કેબિનેટની બેઠક બાદ એવી પણ જાહેરાત કરી હતી કે કેબિનેટે જાહેર સેવા આયોગની રેન્ક યાદીઓની માન્યતા ૩૦ નવેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી સમયગાળા દરમિયાન ભાગ્યે જ કોઈ નિમણૂકો કરવામાં આવી હોવાથી આ કરવામાં આવ્યું હતું.