શ્રીનગરમાં, જમ્મુ અને કાશ્મીર વકફ બોર્ડના અધ્યક્ષ ડા. સૈયદ દરખશન અંદ્રાબીએ નમાઝ અંગે એક નિવેદન બહાર પાડ્યું. તેમણે કહ્યું કે નમાઝ પવિત્ર સ્થળોએ અદા કરવી જાઈએ, અને મસ્જિદો અને ઇદગાહ આ હેતુ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મુસ્લિમોએ સમજવું જાઈએ કે મસ્જિદો તેમના માટે બનાવવામાં આવી છે, તેથી ત્યાં નમાઝ અદા કરવી વધુ સારું છે.
આ દરમિયાન, તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી. અંદ્રરાબીએ કહ્યું કે મમતા બેનર્જી પોતાના મતવિસ્તારમાંથી જીતવામાં નિષ્ફળ ગયા અને દિલ્હી સરકારને પાડી નાખવાની વાત કરવી અર્થહીન છે. તેમણે કહ્યું કે આ નિવેદન તેમની હતાશા દર્શાવે છે.









































