ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ચેક બાઉન્સ કેસમાં અલીપોર કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. કોર્ટે તેને નિર્દોષ છોડી દીધો છે. શમીની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યો હતો કે ઘર ખર્ચ માટે શમી દ્વારા આપવામાં આવેલ ?૧ લાખનો ચેક બાઉન્સ થઈ ગયો હતો. કેસની સુનાવણી બાદ, અલીપોર કોર્ટે બુધવારે શમીને કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત કર્યો.
મોહમ્મદ શમી અને તેમની ભૂતપૂર્વ પત્ની હસીન જહાં વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગયા વર્ષે જુલાઈમાં, કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અજય કુમાર મુખર્જીએ શમીને તેમની પત્ની અને પુત્રીને ભરણપોષણ તરીકે દર મહિને ૪ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ, હસીન જહાંએ આ રકમ વધારીને ૧૦ લાખ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.
જÂસ્ટસ અજય કુમાર મુખર્જીએ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, “મારા મતે, મામલો ઉકેલાય ત્યાં સુધી બંને અરજદારો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે અરજદાર નંબર એક (હસીન જહાં) ને દર મહિને ૧૫૦,૦૦૦ અને તેની પુત્રીને દર મહિને ?૨૫૦,૦૦૦ ની રકમ યોગ્ય રહેશે.” આદેશમાં ઉમેર્યું હતું કે, “જાકે, અરજદારના બાળકના સંદર્ભમાં, પતિ/વિરોધી પક્ષ (શમી) ને ઉપરોક્ત રકમ ઉપરાંત તેના શિક્ષણ અને/અથવા અન્ય વાજબી ખર્ચમાં સ્વેચ્છાએ ફાળો આપવાની સ્વતંત્રતા હંમેશા રહેશે.