અમરેલી લુહાર સમાજના અગ્રણી અને ભાજપના આગેવાન મનિષ સિધ્ધપુરાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ડા. જગદીશભાઈ વિશ્વકર્માને પત્ર લખીને મહત્વના સૂચનો મોકલ્યા છે. પત્રમાં લુહાર સમાજની એકતા અને સંગઠનની મજબૂતાઈ સહિત સમગ્ર વિશ્વકર્મા સમાજને વધુ સંગઠિત કરવા અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તાતી જરૂરિયાતવાળા આવશ્યક સુધારાઓ કરવા અંગેના જરૂરી સુઝાવો પણ રજૂ કર્યા છે. આગામી દિવસોમાં પક્ષના સંગઠનાત્મક માળખાને સુદ્રઢ કરવા અને આ વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવા માટે પ્રદેશ પ્રમુખને રૂબરૂ મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.