વડિયાના મોટી કુકાવાવ ગામે ઘર બહાર લગાડેલા સીસીટીવીના કેબલ કાપી ચોરી થયાની ઘટના સામે
આવી હતી. બનાવ અંગે અરવિંદભાઇ વલ્લભભાઇ આસોદરીયા (ઉ.વ.૬૫)એ હરકીશનભાઇ વિનુભાઇ આસોદરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેના ઘરની બહાર લગાડેલા ત્રણ સીસીટીવીના કેબલ વાયર કાપી નાખ્યા હતા. જે બાદ બે સીસીટીવીના બે કેમેરાની ચોરી કરી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી પી ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.









































