અમરેલી જિલ્લામાંથી વધુ ત્રણ લોકો લાપતા બન્યા હતા. બાબરાના લાલકા ગામે રહેતા વલકુભાઇ દાહાભાઇ સોલંકીએ જાહેર કર્યા મુજબ, તેમનો દીકરો વિપુલ પોતાના ઘરેથી નાહવા જવાનું કહી નીકળ્યો હતો, જે બાદ તે ઘરે પરત આવ્યો નહોતો. જ્યારે અમરેલીમાં રહેતા વિશાલભાઇ હિમતભાઇ થાવાણીએ જાહેર કર્યા મુજબ, અલ્કાબેન હિમતભાઇ થાવાણી પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત, બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના દેવરાજભાઇ શામળાભાઇ ખટાણા એ જાહેર કર્યા મુજબ, યુવરાજ દેવરાજભાઇ ખટાણા અમરેલીના નાગનાથ બસસ્ટેન્ડથી કોઇને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો.