જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઇવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયા હવે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ભરતી દરમિયાન નિયમોના ભંગ અને ખાનગી એજન્સી દ્વારા મનમાની ચલાવવાના ગંભીર આક્ષેપો થયા છે. ઉમેદવારોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે ફાયર વિભાગના હેવી વાહનોના બદલે સામાન્ય સ્વિફ્ટ કારમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવ્યો હતો.નિયમો મુજબ ફાયર વિભાગના મોટા વાહનોમાં જ પરીક્ષા લેવાની હોય છે, છતાં નાની કારથી ટેસ્ટ લેવાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો.
આક્ષેપો અનુસાર સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ સરકારી અધિકારી કે નિરીક્ષક હાજર નહોતો.ઉમેદવારોએ દાવો કર્યો કે ખાનગી એજન્સી દ્વારા આખી પ્રક્રિયા સંચાલિત કરવામાં આવી રહી હતી અને પારદર્શિતાનો અભાવ જાવા મળ્યો હતો.ભરતી માં સામેલ ઉમેદવારોએ એવો પણ આરોપ લગાવ્યો કે પરીક્ષા આપી હોવાનો કોઈ લેખિત પુરાવો આપવામાં આવ્યો નહોતો.તેમને માત્ર મેરિટ લિસ્ટ ચેક કરવાની સૂચના આપવામાં આવી હોવાનું ઉમેદવારોનું કહેવું છે.
એક અનુભવી ઉમેદવારે જણાવ્યું કે વર્ષો સુધી ફાયર વિભાગમાં કામ કર્યા બાદ પણ જા માત્ર નાની કાર ચલાવીને લોકો પાસ થઈ જાય તો અનુભવી ઉમેદવારોના અનુભવનું મહત્વ જ રહેતું નથી.આ નિવેદન બાદ ભરતી પ્રક્રિયા પર વધુ સવાલો ઊભા થયા છે. ભરતી પ્રક્રિયા સંભાળતી ખાનગી એજન્સીના પ્રતિનિધિએ જણાવ્યું કે ઉમેદવારો પાસે પહેલેથી હેવી લાઇસન્સ હોવાથી અલગ ટેસ્ટ લેવાની જરૂર નથી.જા કે ઉમેદવારો આ દલીલથી સંતુષ્ટ દેખાતા નથી. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કે ભરતી પ્રક્રિયા ટેન્ડર આધારે ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે અને જા કોઈ ઉમેદવાર લેખિત રજૂઆત કરશે તો તેની તપાસ કરવામાં આવશે.








































