બાબરા તાલુકાના ખાખરીયા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (ન્ઝ્રમ્) અને બાબરા પોલીસે સંયુક્ત કામગીરી દ્વારા ઉકેલી આંતરરાજ્ય ચોર ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આશરે ૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં લગાવવામાં આવેલા ૧૫૦થી વધુ ઝ્રઝ્ર્ફ કેમેરાની તપાસ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને પોકેટ કોપની મદદથી આરોપીઓને મહારાષ્ટ્રના પુણે અને દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કાર્તિકભાઈ રમેશભાઈ ચામઠા, સુનીલભાઈ ઈશ્વરભાઈ નાનાવત અને વ્યાસ કડવા મનાવતનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧.૫૦ લાખ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર અને અન્ય સાધનો જપ્ત કર્યા છે.તપાસમાં ખુલ્યું છે કે ગેંગ ર્ર્ય્ખ્તઙ્મી સ્ટ્ઠpની મદદથી દૂરના ગામોને નિશાન બનાવી દિવસ દરમિયાન રેકી અને રાત્રે ચોરી કરતી હતી.







































